વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ
Breaking news
Morbi Today

અધિકારી-પદધિકારી ધુતરાષ્ટ્ર...? : મોરબીની મચ્છુ નદીમાં બેફામ રીતે બાંધકામ વેસ્ટના ઢગલા !, બીજા હોનારતની તૈયારી ?


SHARE







અધિકારી-પદધિકારી ધુતરાષ્ટ્ર...? : મોરબીની મચ્છુ નદીમાં બેફામ રીતે બાંધકામ વેસ્ટના ઢગલા !, બીજા હોનારતની તૈયારી ?

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જૂના બંધકામોને તોડીને નવા ઊભા કરવામાં આવી રહ્યા છે તે વિકાસ બધાને દેખાઈ છે જો કે, ચોમેરથી જે બાંધકામો તોડવામાં આવે છે ત્યાર પછી જુદીજુદી સાઈટ ઉપરથી નીકળતા બાંધકામાં વેસ્ટના ઢગલા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની મચ્છુ નદીમાં કરવામાં આવી રહ્યા છે તે મોરબીના ધુતરાષ્ટ્ર જેવા અધિકારી કે પદાધિકારીઓને દેખાતા જ નથી જેથી કરીને બેફામ બનીને હવે બાંધકામ વેસ્ટના ઢગલા નદીના પટમાં કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ચોમાસામાં ભારે વરસાદ પડે તો મોરબીમાં બીજી હોનારત આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે આડેધડ કરવામાં આવેલા આ બાંધકામ વેસ્ટના ઢગલાને ઉપડાવવાની અને ફરી પાછા ઢગલા ન થાય તે જોવાની જવાબદાર તસ્દી અધિકારી અને પદાધિકારીઓ દ્વારા લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે.

મોરબીની મચ્છુ નદીમા શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ગટરનુ ગંદુ પાણી તો છેલ્લા ઘણા વર્ષોથી આવે જ છે જેને રોકવા માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને મચ્છુ-૩ ડેમમાં ગટરનું જ પાણી ભરાઈ છે જેથી આ પાણીનો પીવાના પાણી માટે ઉપયોગ થઈ શકતો નથી તે હકકીત છે અને દિનપ્રતિદિન નદીમાં પ્રદુષણ વધી રહ્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી દ્વારા પ્રદુષણ કે પછી ગંદકીને રોકવા માટેની કામગીરી કરવામાં આવતી નથી તેવામાં હવે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી શહેરના જુદાજુદા એરિયામાંથી બાંધકામ વેસ્ટ કાઢવામાં આવે છે તેના ઢગલા મચ્છુ નદીમાં જ કરવામાં આવી રહ્યા છે તે પણ અધિકારી કે પદાધિકારીઓને કેમ દેખાતા નથી તે પ્રશ્ન છે.

મોરબીના લોકોની  સગવડ માટે મચ્છુ નદીમાં બેઠા પુલ બનાવવામાં આવેલ છે તે પુલ ઉપરથી પસાર થતા જવાબદાર અધિકારી કે પદાધિકારીઓને મચ્છુ નદીને બુરવા માટેની બેફામ રીતે જે પ્રવૃતિ કરવામાં આવી રહી છે તે દેખાતું નથી અથવા તો દેખાતું હોવા છતાં પણ ધુતરાષ્ટ્રની જેમ મૌન બેઠા છે થોડા વર્ષો પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન દ્વારા નદીઓને શુધ્ધ બનાવવાનુ આહ્વાન કર્યું હતું ત્યારે મોરબીની મચ્છુ નદીને સાફ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદી પાણીના વોકળા મારફતે નદીમાં ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે ગંદકીને મોરબીનો એક પણ ભડનો દીકરો અધિકારી રોકી શક્યો નથી જેથી આજની તારીખે નદીમાં શુદ્ધ પાણી નહિ પરંતુ માથું ફાડી નાખે તેવું દુષિત પાણી ભરેલું છે જેમાંથી મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પાગલ લેવામાં આવતા નથી.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી ઉપર રીવરફ્રન્ટ બનાવવાની વાતો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે જો કે, હજું સુધીમાં તે દિશામાં કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી ત્યારે સૌ પહેલા નદીને પ્રદુષણ અને ગટરની ગંદકીમાંથી મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે તેની સાથોસાથ છેલ્લા ઘણા વર્ષોથી નદીમાં જુદાજુદા વિસ્તારમાંથી બાંધકામ વેસ્ટ ટ્રક અને ટ્રેક્ટરમાં ભરીને નાખવામાં આવે છે એટલા જ માટે આજની તારીખે નદીના પટમાં બાંધકામ વેસ્ટના ઠેરઠેર ઢગલા થઇ ગયા છે અને તેની સામે અધિકારીઓએ દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે તેની તપાસ કરીને બેદરકાર અધિકારીની સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે કેમ કે જો આવી જ રીતે બેદરકારી રાખવામા આવે અને બાંધકામ વેસ્ટના ઢગલા કરવાનું ચાલુ જ રાખવામા આવશે તો ભવિષ્યમાં મોરબીમાં ફરી જળ હોનારત થાય તો નવાઈ નથી.






Latest News