લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાના ૭૫૦ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કૃમિ નાશક ગોળી આપવામાં આવી


SHARE





મોરબીની માધાપરવાડી શાળાના ૭૫૦ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કૃમિ નાશક ગોળી આપવામાં આવી

હાલ નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં કૃમીનું પ્રમાણ  જોવા મળે છે કૃમિના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો જોવા મળે છે જેમકે લોહીની ઉણપ,કુપોષણ, ભૂખ ન લાગવી,બેચેની,પેટમાં દુખાવો ઉલટી અને ઝાડા તેમજ વજન ઓછું થવું વગેરે દર્દો જોવા મળે છે જેથી ૧૦ ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવવાના ભાગ રૂપે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કૃમિનાશક ગોળી ગળાવવામાં આવે છે એ નિમિતે માધાપરવાડીવાડી કુમાર અને કન્યા શાળા એમ બને શાળાના ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓને પીએચસી બગથળાના ડો.હિરેન વાંસદડીયા અને આરોગ્ય કાર્યકર દિનેશભાઈ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ સરપંચ ડો.ગણેશભાઈ નકુમ, દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલીયા વગેરેએ પોતાના હાથથી વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ ગળાવીને રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરી હતી.સમગ્ર કાર્યક્રમમાં બંને શાળાના સમગ્ર સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News