અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના મકનસર નજીક થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકાનાં મકનસર ગામ આવેલ પોલીસ હેડકવાર્ટરમાં યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું આ ચકચારી કેસના બધા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૯માં હત્યાની ફરતીયદ નોંધાઈ હતી જેમાં મરણજનાર આરોપી ચંપાબેનના દીકરાના મોબાઈલની ચોરી કરેલ છે અને તે મોબાઈલ તેની પાસે હોવાનું તે જાણતા હતા અને મરણજનારની ઓરડીએ ગયા હતા ત્યારે ચોરીમાં ગયેલ મોબાઈલ મળી આવતા મરણજનારને કારખાનાની બહાર આવેલ દુકાન પાસે આરોપીઓ બાબુભાઈ તથા ચંપાબેન તથા તેનો દીકરા અજય દ્વારા ગેરકાયદેસર મંડળી રચી મોબાઈલ કેમ ચોરેલ તેમ કહી પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી કિશોરભાઈને બોલાવતા બાઈકમાં બેસાડી તેને લઇ ગયા હતા અને ચાલુ બાઇકમાંથી ઉતરી ભાગવા જતા તેને વધુ માર મારતા તે યુવાનનું મોત થયું હતું

જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીઓ ખીમાભાઈ જેરામભાઈ કુણપરા, અરવિંદ જેસિંગભાઈ ઉડેચા, ચંપાબેન દિનેશભાઈ રીબડીયા, નવઘણ કાળુભાઈ રીબડીયા, બાબુ ઝીણા રીબડીયા, ધીરૂ કુકા રીબડીયા, બેચર કુકા રીબડીયાની ધરપકડ કરી હતી જે કેસ મોરબી ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપી પૈકી સાત આરોપીઓ તરફે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા અને તેને કોર્ટમાં દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહિત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય તેવી દલીલ કરી હતી જેથી કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો

એટ્રોસીટીના કેસમાં જામીન મુક્ત

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની માતાએ આરોપીના પુત્ર ઉપર એટ્રોસીટીની ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીઓએ એક સંપ થઈ સીવીલ હોસ્પીટલે ગયા હતા અને આરોપીઓએ ફરીયાદીને તથા તેની માતાને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને ફરીયાદ પરત ખેંચી લેવા કહ્યું હતું અને ફરિયાદ પછી નહી ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરીયાદના કામેના આરોપી હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજાની ધરપકડ થયેલ હતી અને મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયાએ કોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરી હતી ત્યારે બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપ અગેચાણીયા, યુવાન વકીલ જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રિવે ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News