અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘોડાના વાડામાંથી લાશ મળવાના મામલો : મૃતક યુવાનની પ્રેમિકાના ભાઈ સામે નોંધાયો હત્યાનો ગુનો


SHARE







મોરબીમાં ઘોડાના વાડામાંથી લાશ મળવાના મામલો: મૃતક યુવાનની પ્રેમિકાના ભાઈ સામે નોંધાયો હત્યાનો ગુનો

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાનને ઘોડા રાખવાનો શોખ હોય તેણે પોતાના ઘર નજીક ઘોડાને બાંધવા માટે વાળો બનાવ્યો હતો અને તે વાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને તેમાં યુવાનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને તેની પ્રેમિકાના ભાઈની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં ભગવતી લેથ વાળાના મકાનમાં ભાડે રહેતા ચેતનભાઇ રમેશભાઈ ચાવડા જાતે આહીરા હજામ નામનો ૩૪ વર્ષનો યુવાન તેમના ઘર નજીક ઘોડા બાંધવા માટે બનાવેલ વાડામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને શંકાસ્પદ હાલતમાં તેનું મોત થયું હોવાથી તેના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ખસેડાયો હતો અત્રે ઉલેખનીય છે કે, જે દિવસે મૃતક ચેતન રમેશભાઈ ચાવડાનો મૃતદેહ મળી આવ્યો હતો તેની આગલી રાતે તે પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને બાદમાં પોતાના ઘર પાસે આવેલ ઘોડા બાંધવાના વાળામાં સૂતો હતો અને મોડે સુધી જાગ્યો ન હોય તેના મિત્ર વાડામાં ગયા હતા ત્યારે ખાટલામાં ચેતન બેભાન હાલતમાં મળી આવ્યો હતો

હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતા મધુબેન રમેશભાઇ મોતીભાઇ ચાવડા જાતે આહિર હજામ (૫૨)એ મહેશભાઇ દેવજીભાઇ વણોલ જાતે અનુ.જાતી રહે. જવાહર સોસાયટી પાસે મફતીયા પરા મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દિકરા ચેતન ચાવડાને આરોપી મહેશભાઇ વણોલની બહેન સાથે પ્રેમ સબંધ હતો તેની જાણ આરોપીને અગાઉ થઈ હતી ત્યારે ચેતન સાથે આરોપીએ ઝઘડો પણ કરેલ હતો અને ઘોડો બંધવાના વાડે નહી આવવા બાબતે ધમકાવેલ હતો તેમ છતા ચેતન તા ૧૧/૨ ની મોડી રાત્રે પોતાના કબ્જા ભોગાવટાના વાડે ગયેલ હતો જે આરોપીને સારૂ નહી લાગતા રાત્રીના કોઇ પણ સમયે ચેતનને ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News