મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ સંપન્ન


SHARE













મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ સંપન્ન

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્તોસવનુ જાજરમાન આયોજન કર્યું હતુ જેમા પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ તકે સમુહ લગ્નોત્સવમાં મુખ્ય આમંત્રિત મહેમાનોમાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ રામાનંદીય સાધુ સેવા સમિતિના અગ્રણી આગેવાનો સહીત રામાનંદિય સમાજના મહેમાનોની ખાસ ઉપસ્થિતમાં ભાગવત આચાર્ય વિદ્વાન શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા હિન્દુ રીત રિવાજ અનુસાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવી ઉપસ્થિત સંતો મહંતોએ અને રાજકીય અગ્રણી આગેવાનો રામાનંદીય સાધુ સેવા સમિતિના આગેવાનોએ તમામ પાંચ નવયુગલોને આર્શિવચન આપ્યા હતા આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલ તમામ પાંચ દીકરીઓને ૧૬૦ જેટલી ચીજ વસ્તુઓની કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી રામાનંદીય સમાજના યોજાયેલ પ્રથમ સમૂહલગ્તોસવમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર યુટુયુબ સ્ટાર કૃપાલી અગ્રવાત અને જુનિયર દયાથી ફેમસ કાજલબેન રામાનંદીએ ઉપસ્થિત તમામ લોકોનુ આકર્ષણ જમાવ્યુ હતુ આ તકે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમૂહલગ્નથી સમાજને અનેક ફાયદાઓ સાથે સમાજમાં એકતા બની રહેશે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા સમાજની એકતા જ સમૂહ લગ્તોસવને સફળ બનાવે છે તેવુ જણાવ્યું હતું જ્યારે અરવિંદભાઈ વાંસદળીયા, રમેશભાઈ વડસોલા (સરપંચ), રમેશભાઈ વડસોલ (પૂર્વ સરપંચ) પંકજભાઈ રાણસરિયા સહિતના રાજકિય આગેવાનો પધાર્યા હતા સમૂહલગ્ન બાદ સમુહભોજનનુ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદીય સાધુ સેવા સમિતિ મોરબીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી






Latest News