લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું


SHARE





મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું

મોરબી સિરામીક ઉદ્યોગકારો દ્વારા અહીની પ્રોડક્ટની ઉત્પાદન કિંમત નીચી લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે જેના ભાગરૂપે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ સાકાર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે જો કે, વન વિભાગની એનઓસીને કારણે આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવે તેવું હતું જેથી કરીને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રજુઆત કરી હતી જેથી કરીને પ્રશ્ન ઉકેલાઈ ગયેલ છે તેવું મોરબી સિરામીક એસો.ના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સીરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં વીજ વપરાશ મોટા પ્રમાણમા થાય છે ત્યારે આ ઉદ્યોગ ચાઈના સાથે સીધો જ હરીફાઈમાં છે જેથી કરીને અહીની પ્રોડક્ટને સસ્તી બનાવવા માટે આગામી દિવસોમાં વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાં અમરેલી જીલ્લામા બન્ને પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ ચાલુ છે ત્યારે વન વિભાગની એનઓસીનો પ્રશ્ન હતો જેના માટે મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરી હતી જેથી કરીને વન વિભાગને ટેલિફોનિક સુચના આપતા તુરંત જ વન વિભાગે એનઓસી ઈશ્યુ કરી દીધી છે જેથી કરીને સીરામીક એસો. દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને પવનચક્કી પ્રોજેક્ટને સકારા કરીને સિરામિક ઉદ્યોગ માટે સસ્તો વીજ વિકલ્પ મળે તેવું કામ કરવામાં આવી રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી




Latest News