લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘર પાસેથી ટ્રૉલીની ચોરી કરનાર આરોપી ઝડપાયો


SHARE





મોરબીના બગથળા ગામે ઘર પાસેથી ટ્રૉલીની ચોરી કરનાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક પાસેથી અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરી ગયેલ હતો જેથી ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતની ટ્રોલીની ચોરી થઈ હોવા અંગેની આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીને પકડીને ચોરીમાં ગયેલ ટ્રૉલી સહિતનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીભાઈ બાલુભાઈ બોપલિયા જાતે પટેલ (ઉમર ૫૨) એ અજાણ્યા લાલ કલરના ટ્રેક્ટરના ચાલક સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, અજાણ્યો શખ્સ લાલ કલરનું ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને તેના ઘર પાસે તેની માલિકીની ટ્રેક્ટરની ટ્રોલી નં. જીજે ૩ ટી ૬૬૩૫ પાર્ક કરીને મૂકી હતી તે ટ્રેક્ટર ટ્રોલીને ટ્રેક્ટરમાં લગાડીને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે..! જેથી રૂા.૩૦,૦૦૦ ની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થયેલ હોય ભોગ બનેલ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને સીસીટીવી તેમજ અન્ય સોર્સથી તપાસ કરવામાં આવતા હાલમાં આ ગુનામાં પોલીસે મુકેશભાઇ બાબુભાઇ પરમાર (૩૭) રહે. હરીપર પાળ તાલુકો લોધીકા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ચોરી કરેલ ટ્રૉલી તેમજ એક ટ્રેક્ટર મળીને ૩.૩૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા, આઇ.એમ અજમેરી, જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી અને દિલીપભાઇ ગેડાણીએ કરેલ 




Latest News