મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ-ચેસ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE







વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ-ચેસ ટુર્નામેન્ટ યોજાઇ

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણસર જામસર સીઆરસીની ક્રિકેટ ટીમ વિજેતા બની હતી તેમજ જીસીસી ઇલેવનની ટીમ રનર્સ અપ રહી હતી તેમજ ચેસમાં ભીમગુડા પ્રાથમિક શાળા ના આચાર્ય રાકેશભાઈ રાઠોડ ચેમ્પિયન થયા હતા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન વાંકાનેરના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી કોવડિયા આબીદઅલી દ્વારા કરવામાં આવ્યું હતું અને રેફરી તરીકે ફરજ દેસાણી અલ્પેશભાઈએ બજાવી હતી અને આ મેચની સેમીફાઇનલમાં અને ફાઇનલમાં તેમજ ચેસની ફાઇનલમાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા તેમજ મહામંત્રી દિનેશભાઈ હુંબલ અને મોરબી, ટંકારાવાંકાનેર, માળિયા તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રમુખ અને મહામંત્રી તેમજ વાંકાનેર પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઇ પટેલ અને આ સમગ્ર કાર્યક્રમના સ્થળ વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું સુંદર આયોજન માટે વઘાસિયા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ વાંકાનેરના તમામ પ્રાથમિક શિક્ષક સંઘના તમામ મિત્રોની મહેનત સાથે હાજરી રહી હતી






Latest News