નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામના વ્યક્તિને વિમાની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE





મોરબીના જુના નાગડાવાસ ગામના વ્યક્તિને વિમાની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા વ્યક્તિએ ગાડીનો વીમો લીધો હતો જો કે, ગાડીનો અકસ્માત થયા પછી વીમા કંપનીએ વીમો આપવાની કહી હતી જેથી કરીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કાર્યવાહી કરીને ગ્રાહક તકરારમાં કેસ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે નુકશાનીની રકમ વ્યાજ અને ખર્ચ સાથે આપવાનો હુકમ કર્યો છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા જુના નાગડાવાસના રહીશ હુંબલ ભાવેશભાઇ સવજીભાઇએ આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્સ્યુરન્સમાંથી પોતાની બોલેરો ગાડીનો વીમો લીધેલ હતો અને ગાડીની ચેસીસ તુટી જતા અને ગાડીમાં અન્ય ખર્ચ થતા વીમા કંપની સામે ફરીયાદ કરેલ હતી પરંતુ વીમા કંપનીએ કહ્યુ કે, ફરયાદીએ છેતાલીસ દિવસ મોડી વીમા કંપનીને જાણ કરેલ છે તેથી તે વીમાને હકકદાર નથી. પરંતું નામદાર કોર્ટે કહેલ કે તેઓએ વીમો લીધેલ છે માટે તમારે વીમાની રકમ આપવી જોઇએ તમારી સેવામાં ખામી હોય તેમ ગ્રાહક માને છે માટે તમારે હુંબલ ભાવેશભાઇ સવજીભાઇને રૂપિયા ૮૨,૩૯૦ આપવાના રહેશે. તથા કેસ દાખલ તા.૧૫-૧-૨૦ થી છ ટકાના વ્યાજ સાથે તેમજ ગ્રાહકને પાંચ હજારનો ખર્ચ થયેલ છે તે ચુકવવાનો હુકમ કરેલ છે.




Latest News