અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

અનોખી પહેલ: વાંકાનેરના તીથવા ગામે શાળામાં વિદ્યાર્થીને ગમ્મત સાથે જ્ઞાનનો સંયોગ


SHARE







અનોખી પહેલ: વાંકાનેરના તીથવા ગામે શાળામાં વિદ્યાર્થીને ગમ્મત સાથે જ્ઞાનનો સંયોગ

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના સંનિષ્ઠ પ્રયાસો જુદીજુદી શાળામાં કરવામાં આવતા હોય છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓએને પાયાથી સમજણ આપવામાં આવે તો તેના સારા પરિણામો આવે છે મોરબી જિલ્લાની એક માધ્યમિક શાળાએ અનોખી પહેલ કરી છે અને વિદ્યાર્થીઓ પ્રેરિત થાય અને જ્ઞાનપ્રાપ્તિની  જીજીવિષા સંતોષવા દિન વિશેષ લખવાની શરૂઆત કરી હતી અને જોત જોતાંમાં વિદ્યાર્થીઓને પણ તેમાં રસ પાડવા લાગ્યો છે અને શાળામાં વિદ્યાર્થીઓના દિવસની શરૂઆત રોમાંચ સાથે થાય છે 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની તિથવા હાઈસ્કૂલના શિક્ષક ભરતભાઈ ગોપાણીએ જણાવ્યુ છે કે. મારી શાળામાં વિદ્યાર્થીઓ માટે સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવુંએ પ્રણાલિકા બની ગઈ છે. એમાં પણ નાના નાના ચિત્રો બનાવીએ તો એ જોવાની એમને ખૂબ મઝા આવે છે. ક્યારેક સમયના અભાવે ચિત્ર બાકી રહી ગયું હોય તો આગ્રહ કરીને ચિત્રો દોરવા કહે અને મહાન વ્યક્તિના જન્મદિવસપુણ્યતિથિવિજ્ઞાનની અવનવી શોધનો દિવસ હોય કે ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ હોયઅવનવું રોજે રોજ અને વળી પ્રાર્થના કાર્યક્રમમાં તેને અનુરૂપ વિશેષ વાંચન તો ખરું જ આમ વિદ્યાર્થીઓ પણ અવનવું જાણે એ સહેતુક ચાલુ કરેલ પ્રવૃત્તિ જ્ઞાન પ્રાપ્તિની સુટેવ બની રહી છે અને વિદ્યાર્થીઓ પણ રસ પૂર્વક તેમાં ભાગ લઈ રહ્યા છે જો દરેક શાળામાં આવું કરવામાં આવે તો સો ટકા તેને સારા પરિણામો મળશે તે નિશ્ચિત છે






Latest News