મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

નિતીમતાને સલામ : હળવદમાં મહિલાએ એક લાખની સોનાની લકી મૂળ માલિકને પરત કરી


SHARE











નિતીમતાને સલામ : હળવદમાં મહિલાએ એક લાખની સોનાની લકી મૂળ માલિકને પરત કરી

કોણે કહ્યુ નાના માણસો ઈમાનદાર નથી હોતા હજુ ઈમાનદારી જીવંત છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ જનકબેન રમેશભાઈ મૂળજીભાઈ સોનગ્રાએ પુરૂ પાડયુ છે જનકબેન હળવદમાં રહે છે અને મજુરી કામ કરે છે અને જનકબેન સોનગ્રાને એકાદ લાખની કિંમતની આસરે બે તોલાની સોનાની લકી મળી આવી હતી અને જનકબેન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ લકી જેની છે તેમને પાછી આપી દેવી છે ત્યારે વેગડવાવના એક વ્યક્તિનો ફોન હવદના રહેવાસી અજજુભાઇને આવ્યો હતો ત્યાર બાદ જેની લકી હતી તેમની પોસ્ટ સોશ્યલ મિડીયામાં બધે ફેરવી અને ત્યારબાદ ટુંકાજ સમયમાં જેમની લકી ખોવાઇ ગઈ હતી તેમનુ નામ સામે આવ્યુ હતુ જેઓની લકી ખોવાઇ હતી તેઓનું નામ વાસુદેવભાઇ રવજીભાઈ હતુ તેઓ પણ દલવાડી સમાજના જ હતા.બાદમાં મુળ માલિકમાં ફોન આવ્યો ત્યારે તાત્કાલિક જેમની લકી હતી તે વાસુદેવભાઇ હળવદ આવી પહોચ્યા હતા અને જનકબેને તેઓને તેમની કિંમતી લકી પરત કરતા વાસુદેવભાઇએ જનકબેનનો આભાર માન્યો હતો.આવા હડહડતા કળયુગમાં પણ આજે અનેક એવા લોકો છે જે પૈસાથી તો અમીર નથી હોતા પણ મનથી ચોક્કસ અમીર હોય છે અને તે પૈકીના જ એક એવા જનકબેન સોનગ્રા કે જેઓએ રૂપિયા એકાદ લાખની કિંમતની લકી મળી આવેલ હતી તે બે તોલાની સોનાની લકી તેઓએ લકીના મૂળ માલિકને શોધીને પરત કરી હતી અને આજના આ કળિયુગના સમયમાં પણ નીતિમત્તા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું 






Latest News