નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રમિકોના બાળકો સાથે કારખાનામાં થતાં અકસ્માત રોકવા અધિકારીઓની વધુ એક વખત તાકીદ


SHARE





મોરબી જીલ્લામાં શ્રમિકોના બાળકો સાથે કારખાનામાં થતાં અકસ્માત રોકવા અધિકારીઓની વધુ એક વખત તાકીદ

મોરબી જિલ્લામાં આવેલ સિરામિક સહિતના જુદાજુદા ઓદ્યોગીક એકમોમાં કામ કરતાં શ્રમયોગીના લેબર ક્વાર્ટરમાંથી તેઓના બાળકો તેઓની સાથે કારખાનાની પ્રિમાઈસીસમાં આવતા હોય છે અને ઘણી વખત જીવલેણ અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના ઓદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના અધિકારી દ્વારા જુદાજુદા એસો.ના આગેવાનો સાથે મિટિંગ કરીને શ્રમયોગીના બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં ન આવે તેના માટેનો પૂરતી તકેદારી રાખવા વધુ એક વખત કારખાનેદારોને તાકીદ કરી છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ઓદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના નાયબ નિયામક સહિતના અધિકારીની મોરબી સિરામિક, પેપર મિલ સહિતના જુદાજુદા એસોના આગેવાનો સાથે મિટિંગ યોજાઇ હતી જેમાં અધિકારીઓએ દ્વારા જુદાજુદા કારખાનામાં કામ કરવા માટે બહારથી આવતા શ્રમિકો તેના પરિવાર સાથે આવતા હોય અને કારખાનામાં કામ કરતાં હોય છે ત્યારે તેના બાળકો પણ કારખાનાની પ્રિમાઈસીસમાં આવી જાય છે અને મશીનરીમાં આવી જવાથી ઘણી વખત શરરિક નુકશાન થાય છે અને કયારેક તો જીવલેણ અકસ્માત પણ સર્જાય છે જેથી કરીને બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં પ્રવેશ ન કરે તે માટે કારખાનેદારોને યોગ્ય પગલાં લેવામાં આવેટ જરૂરી છે તેના માટે અગાઉ પણ તાકીદ કરવામાં આવી હતી તો પણ ઘણા કારખાનેદારો દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવેલ નથી જેથી વધુ એક વખત મિટિંગ કરીને અધિકારીઓએ દ્વારા આગેવાનોને તાકીદ કરવામાં આવી છે

હાલમાં જે લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, કારખાનાની પ્રિમાઈસીસ અને લેબર ક્વાર્ટરની વચ્ચે પૂરતી ઊંચાઈની દિવાલ કે પછી ફેન્સિંગની જોગવાઈ કરવી, બાળકો કારખાનાની પ્રિમાઈસીસમાં પ્રવેશ ન કરે તે અંગેનું સુપરવિઝન કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિમણુંક કરવી, ઘણાખરા કારખાનાઓમાં જ્યાં એલપીજી ટેન્ક, બોઈલર કે અન્ય કોઈપણ જોખમી પ્રક્રિયા ધરાવતી મશીનરી આવેલ છે કે જ્યાં અકસ્માત થવાની સંભાવના છે તેની નજીકમાં ક્યાંય લેબર ક્વાર્ટર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવા માટે કહેવામા આવ્યું છે જો કોઈપણ કારખાનામાં જોખમી કામ કરવામાં આવતું હોય તેની આજુબાજુમાં લેબર ક્વાર્ટર હોય તો તાત્કાલિક તેને અન્ય સુરક્ષિત જગ્યાએ શિફટ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આવું કરવામાં આવશે તો જ ભવિષ્યમાં કોઈપણ સંભવિત  અકસ્માત અટકાવી શકાય તેમ છે તે નિશ્ચિત છે મોરબીના ઉધોગોકારો આ તકેદારી લેવામાં કોઈપણ ચૂક રાખશે કે કોઈપણ શ્રમિકને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે




Latest News