અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: ૧૩ જુગારીઓ ઝડપાયા


SHARE







મોરબી શહેરમાં ખોખાણી શેરી પાસે તથા વાંકાનેર તાલુકામાં રાજા વડલા ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને ૧૩ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરમાં આવેલ ખોખાણી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા દીપકભાઈ વિઠ્ઠલભાઈ હણ, દોલુભા ચંદુભાઈ જાડેજા, મનોજભાઈ ઇશ્વરભાઇ ઈન્દરીયા, જીગ્નેશભાઈ પંકજભાઈ કોટક અને સાગરભાઇ રજનીકાંતભાઈ સુખડિયા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૪,૪૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશોરભાઈ નરસીભાઇ ડેડવાણીયા, સંદીપભાઈ દિનેશભાઈ દેત્રોજા, પીન્ટુભાઇ ભીખાભાઈ રોરીયા, વિપુલભાઈ હકાભાઇ ડાભી, જેન્તીભાઈ કાળુભાઈ ડેડવાણીયા, વિજયભાઈ ગિરધરભાઈ સારલા અને ભરતભાઈ લાખાભાઈ સિહોરા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૮૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News