અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામના યુવાને હથિયાર સાથેના ઇન્સ્ટાગ્રામમાં ફોટો મુક્તા યુવાન-લાયસન્સ ધારક સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના ચિત્રાખડા ગામના યુવાને હથિયાર સાથેના ઇન્સ્ટાગ્રામમાં ફોટો મુક્તા યુવાન-લાયસન્સ ધારક સહિત ત્રણ સામે ફરિયાદ

ઇન્સ્ટાગ્રામમાં વધુ લાઈક મેળવવા માટે અને ફોલઅર્સ વધારવા માટે જુદાજુદા કાંડ કરવામાં આવે છે જેમાં ઘણી વખત ગુનાહિત બેદરકારી પણ સામે આવે છે અને કેટલીક વખત તો વિડીયો બનાવવાના ચક્રમાં જીવ પણ ગયાના દાખલા છે તેવામાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા યુવાને તેની પાસે હથિયારનું લાયસન્સ ન હોવા છતાં પણ જે વ્યક્તિ પાસે હથિયારના લાયસન્સ હતા તેની પાસે રહેલ બારબોરના હથિયાર લઈને તેની સાથે ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામના તેના યુઝર આઇડી ઉપર તે ફોટો અપલોડ કર્યા હતા જેથી કરીને લાઇસન્સ વગર હથિયાર સાથે ફોટા પાડનાર તથા લાયસન્સ વાળા હથિયાર ફોટો પાડવા માટે આપનારા એમ કુલ ત્રણ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા રાકેશભાઈ પનાભાઈ ડાભી જાતે કોળી (૧૯) પાસે હથિયાર કરવાનો ન હોવા છતાં પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી rakesh_dabhi_3621_ramraj ઉપર બારબોરના હથિયાર સાથેના ફોટો અપલોડ કર્યા હતા જેથી કરીને મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રાકેશ પનાભાઈ ડાભીએ હથિયાર સાથે જે ફોટો મૂક્યા છે તે હથિયાર તેની પાસે લાયસન્સ ન હોવા છતાં પણ તેની પાસે કયાથી આવ્યા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી જેમાં રાકેશભાઈ પનાભાઈ ડાભીએ ફોટો પાડવા માટે હથિયારનું લાયસન્સ ધરાવતા લાલાભાઇ રૈયાભાઇ ડાભી જાતે કોળી (૩૨) રહે. ચિત્રાખડા તથા સુરેશભાઈ રૈયાભાઈ ડાભી જાતે કોળી (૩૮) રહે. ચિત્રાખડા વાળાના હોવાનું સામે આવતા પોલીસે રાકેશ પન્નાભાઈ ડાભી, સુરેશ રૈયાભાઇ ડાભી અને લાલાભાઇ રૈયાભાઇ ડાભી સામે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News