મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં આરોપી જયસુખભાઇ પટેલનું પુરવણી ચાર્જસીટ કોર્ટમાં મુકાયું


SHARE











મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં તપાસનીસ અધિકારી દ્વારા પુરવણી ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યુ છે જેમા આરોપી જયસુખભાઈ પટેલનું પુરવણી ચાર્જસીટ મુકવામાં આવ્યુ છે અને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પુરવણી ચાર્જસીટ મુકવામાં આવ્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં અગાઉ નવ આરોપી સામે ચાર્જ સીટ મુકાયુ હતુ અને હાલમાં જયસુખભાઈ પટેલનું પુરવણી ચાર્જસીટ મુકાતા કુલ 10 આરોપી સામેનું ચાર્જ સીટ ફાઇલ થઈ ગયુ છે

મોરબીમાં ગત તારીખ 30-10-22 ના સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબી નગરપાલિકા દ્વારા 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને ઓરેવા ગ્રુપને સોંપી દેવામાં આવી હતી અને આ પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં આ પુલનું મેનેજમેન્ટ કરનાર તથા મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે અગાઉ નવ આરોપીની ધરપકડ કરી હતી તેના રિમાન્ડ લીધા હતા અને રિમાન્ડ પુરા થયા બાદ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને તેની વિરુદ્ધનું સમય મર્યાદામાં તપાસનીસ અધિકારી દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કરવામાં આવ્યું હતું અને તે ચાર્જ સીટમાં જે તે સમયે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને ભાગેડુ આરોપી તરીકે દેખાડવામાં આવ્યા હતા

ત્યારબાદ ગણતરીના દિવસોમાં જયસુખભાઈ પટેલ મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થયા હતા અને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પુરા થયા બાદ જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની સબ જેલમાં છે દરમિયાન તેઓએ મૃતકોના પરિવારને તથા ઇજાગ્રસ્તોને વચગાળાની રાહત આપવા માટે થઈને વચગાળાના જામીન માટે અરજી મૂકી હતી તે અરજીને windows સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે અને હાલમાં મળતી માહિતી મુજબ ઝુલતા પુલ દુર્ઘટનાના કેસમાં તપાસની અધિકારી દ્વારા જયસુખભાઈ પટેલનું પુરવણી ચાર્જ સીટ મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મૂકી દેવામાં આવ્યું છે આમ ઝુલતાપુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પકડાયેલા દસે દસ આરોપીનું ચાર્જ સીટ કોર્ટમાં મુકાઈ ગયું છે






Latest News