વાંકાનેરની પ્રતાપપરા શેરીના બંધ મકાનમાં રોકડા-દાગીનાની ચોરી કરનારા શખ્સની મુદામાલ સાથે ધરપકડ
મોરબીમાં “માધાપરના મહારાજા” ગણેશોત્સવ સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
SHARE









મોરબીમાં “માધાપરના મહારાજા” ગણેશોત્સવ સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષમાં સ્થાપના કરવામાં આવ્યું છે ત્યારે સમાજના દાતા તરફથી સતવારા સમાજના લોકોને તાત્કાલિક આરોગ્ય લક્ષી સારવાર મળે તે માટે એક એસી ઑક્સીજન એમ્બ્યુલન્સ ગણેશચતુર્થીના દિવસે લોકાર્પણ કરવામાં આવી છે તેની સાથોસાથ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું
મોરબીના માધાપર વિસ્તારમાં ગણેશ ચતુર્થી નિમીતે માધાપર સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષે સ્થાપન કરવામાં આવ્યું છે અને આ વર્ષે મૂર્તિના દાતા ડાયાલાલ ધરમશીભાઇ સોનગ્રા છે તેની સાથે સમસ્ત મોરબી સતવારા સમાજના દર્દીઓની સેવા અર્થે એસી ઓકિસજન એબ્યુલન્સ દાતા સ્વ. દિલીપભાઇ ડુંગરશીભાઇ પરમારના પરિવાર દ્વારા આપવામાં આવી છે તેનું સમાજના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એસી ઓકિસજન એબ્યુલન્સ અને શ્રધ્ધાંજલી સેવાના કાયમી અન્નદાનના દાતાઓ તેમજ શ્રધ્ધાંજલી સેવાની સેવા આપનાર કર્મયોગી ભાઇઓ તથા બહેનોના સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ, માધાપર સોશ્યલ ગ્રુપ, અને મોરબી સતવારા સોશ્યલ ગ્રુપના હોદેદારો તેમજ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, એલ.એમ.કંઝારીયા, કાનજીભાઇ નકુમ, વિજયભાઈ નકુમ સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે
