મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાડોશી સાથે ઓટા પાસે બેસવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન ઉપર હુમલો : સારવારમાં


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે પાડોશી સાથે ઓટા પાસે બેસવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન ઉપર હુમલો : સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી સીએનજી પમ્પની પાસે આવેલ વિસ્તારમાં રહેતા રવિભાઈ રમણીકભાઈ પરમાર નામના ૨૮ વર્ષના યુવાનને તેના ઘર નજીક થયેલી મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.રવિભાઈ પરમારને તેમના પત્ની રૂપાલીબેન દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જેમાં ખુલ્યું હતું કે રવિભાઈ રમણીકભાઈ પરમારને તેમના પાડોશી સાથે ઓટા નજીક બેસવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને બાદમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં ભિમરાવનગર નજીક આવેલ રોહીદાસપરામાં રહેતા કેશુભાઈ લાલજીભાઈ ચાવડા નામના ૫૦ વર્ષીય આધેડ તેમના ઘેર એસીડ પી ગયા હતા જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ સિવિલ હોસ્પિટલ તરફથી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર કેશુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભૂલથી એસિડ વાળા ગ્લાસમાં પાણી પીવાઇ જતા ઝેરી અસર થઈ હતી અને તેના લીધે તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટું ગામે મારામારીના બનાવમાં ઈજા થતાં વાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૧ વર્ષીય યુવાનને ઇજા પહોંચતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર જાંબુડીયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. જાંબુડીયા ગામ પાસે આવેલ હનુમાન મંદિર નજીક બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં જયંતીલાલ ટપુભાઈ ઝીંઝુવાડીયા (૪૯) રહે.જોધપર તા.જી. મોરબી તેમજ વિજય ગીધાભાઈ બદ્રકિયા (૨૨) રહે. જામવાળી સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જેન્તીભાઈ અને વિજય બંને બાઈકમાં ખરીદી કરવા માટે મોરબી તરફ આવતા હતા ત્યારે જાંબુડીયા ગામ નજીક હનુમાન મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ પહોંચતા બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના મણીલાલ ગામેતી દ્રારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે




Latest News