મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં સામસામે મારામારીમાં ચારને ઈજા


SHARE





મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં સામસામે મારામારીમાં ચારને ઈજા

મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર વિરાટનગર પાસે સીરામીકના કારખાના પાસે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોને ઈજા તથા સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોને જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગરની પાસે આવેલા ઇનાઇલ સિરામિક પાસે આવેલા ક્રિષ્ટોન સિરામિક નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રામુભાઈ નાનસિંગ બામણીયા (૨૩) નામના મજૂર યુવાનને અજાણ્યા લોકો દ્વારા ટાઇલ્સના ટુકડા વડે માર મારવામાં આવ્યો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યારે ત્યાં જ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા ગોવિંદ અજનારસિંહ (૩૫), મુન્નાભાઈ ચૌહાણ (૨૫) અને વિકાસ પાલ (૨૪) રહે. ક્રિષ્ટોન સિરામિક નજીક વિરાટનગર જેતપર રોડ વાળાઓને પણ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે કોઈ કારણોસર તેઓના સીરામીક યુનિટની પાસે મારામારી થતી હતી ત્યારે સહ કર્મચારીને બચાવવા જતા તેઓને ઈજા પહોંચી હતી હાલ મારામારીના આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં નોંધ થતા બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે

દવા પી જતા સારવારમાં

મોરબીના નવા સાદુરકા ગામે અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી જતા પ્રભુલાલ દેવકરણ પાંચોટિયા નામના ૨૪ વર્ષના યુવાનને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે મંગલમ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા સારવાર કર્યા બાદ બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે, ભૂલથી દવા વાળા ગ્લાસમાં વાડીએ પાણી પીવાઇ જતાં ઝેરી અસર થવાથી પ્રભુલાલ દેવકરણ પાંચોટીયાને સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મયુર પુલ પાસે બાપુના બાવલા નજીક બાઇક લઈને જતા યુવાનનું બાઈક પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ તરફથી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે, રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ કિર્તીધામ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા અમિત દલસુખભાઈ ઉમરાણીયા નામના ૪૫ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે બાપુના બાવલા પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ બી ડિવિઝન દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે




Latest News