હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઈજાગ્રસ્તનું રિક્ષામાં બેઠા ઈ-શ્રમ કાર્ડ કાઢી આપ્યું


SHARE













વાંકાનેરમાં ઈજાગ્રસ્તનું રિક્ષામાં બેઠા ઈ-શ્રમ કાર્ડ કાઢી આપ્યું

કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડની યોજના સાથે તમામ અસંગઠિત શ્રમિકોને સાંકળી લેવા સમગ્ર રાજ્યમાં વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા કક્ષાએ પણ કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સામુહિક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવીને કોઈ પણ જરૂરિયાતમંદ ઈ-શ્રમ કાર્ડ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર ખાતે મધ્યાહન ભોજન સંચાલક કેશવભાઈ ઝાલાને પગે ઇજા હોવાથી તેઓ વાંકાનેરની ટીમની મદદથી રિક્ષામાં બેસીને કેન્દ્ર પર પહોંચ્યા હતા. પણ પગે પાટો હોવાથી તેઓ કેન્દ્ર અંદર જઈ શકે તેમ નહોતા, ત્યારે ત્યાંની ટીમ દ્વારા સંવેદના દાખવી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેનું મશીન અને સામગ્રી રિક્ષામાં લાવવામાં આવ્યા હતા અને રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે તેમની નોંધણી કરવામાં આવી હતી. જિલ્લા વહિવટી તંત્ર સાથે વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશીયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં પણ ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ જરૂરિયાતમંદ ઈ-શ્રમ કાર્ડથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ધ્યાન રાખવા અને તમામ શ્રમિકોને જરૂરથી ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશીયા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરીમાં વાંકાનેર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટી.એલ.ઈ., વી.સી.ઈ. વગેરે દ્વારા સામુહિક રીતે જહેમત ઉઠાવી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે






Latest News