મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?


SHARE





મોરબી નજીક ખાનગી બસ ઉપર હુમલાના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના જ ઘરમાં કેમ કર્યો આપઘાત ?

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ખાનગી બસ ઉપર હુમલી કરવામાં આવ્યો હતો તે ગુનામાં અગાઉ પકડાયેલ અને મોરબીના નીચી માંડલ ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

મોરબી નજીકના પીપળી ગામેથી અમદાવાદ મામેરુ કરવા માટે ગયેલ પરિવાર થોડા દિવસો પહેલા રાત્રીના સમયે પરત આવી રહ્યો હતો ત્યારે ચરડવા ગામ પાસે ચા પીવા માટે ટ્રાવેલ્સને હોટલ પાસે ઉભી રાખવામાં આવી હતી ત્યારે ત્યાં કેટલાક શખ્સો ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારબાદ ત્યાં બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા આ શખ્સો દ્વારા બસનો પીછો કરીને બસને આંતરીને બસ ઉપર પથ્થર મારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી તે પૈકીનાં એક આરોપીએ તેના ઘરે આપઘાત કર્યો હોવાનું માહિતી સામે આવી રહી છે

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા વિજયભાઇ વશરામભાઇ બજાણીયાએ તેના જ ઘરની અંદર બુધવારે રાતે તેના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી ગઇકાલે તેના પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી જો કે, આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી તેવું પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને હાલમાં નાના એવા ગામમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે પોલીસે આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે




Latest News