મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE





હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસે ટેઇલર પલટી મારી ગયું હતું જેથી કરીને ટેઇલરના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના નવા અંજાર ખાતે મારુતિનગરમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ વાઘેલા જાતે રાજપૂત (૩૧)એ રાજસ્થાનના હરાજપુરાના રહેવાસી ડ્રાઇવર અમીનકથાત છોટુકથાત સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસેથી આરોપી તેના હવાલા વાળું ટેઇલર નંબર જીજે ૧૨ બીએક્સ ૬૯૬૪ લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં ટેલર પલટી મારી ગયું હતું જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં શક્તિસિંહ વાઘેલાની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News