હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભત્રીજી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનારા કૌટુંબીક કાકાને ૨૦ વર્ષની સ્પેશેયલ પોકસો કોર્ટે સજા ફટકારી


SHARE













વાંકાનેરમાં ભત્રીજી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનારા કૌટુંબીક કાકાને ૨૦ વર્ષની સ્પેશેયલ પોકસો કોર્ટે સજા ફટકારી

વર્તમાન સમયમાં સબંધોનો તાર તાર કરતા અનેક બનાવો સામે આવે છે આવી જ એક ઘટના વાંકાનેરમાં બની હતી જેમા કૌટુંબીક કાકાએ ભત્રીજી સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો હતો અને સગીરાએ બાળકને જન્મ આપ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો આ કેસ  આજે મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા જજે આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે

વાંકાનેરમાં ઘોડાના તબેલામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી યુવાનની સાથે રહેતા તેના માસીના દીકરાએ યુવાનની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવ્યો હતો અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું અને સગીરાને પેટમાં દુખાવો પડતા તેને હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેની માતાએ તેને પૂછતા કે સગીરાએ જણાવ્યું હતું કે તેની સાથે રહેતા તેના કૌટુંબીક કાકાએ તેની સાથે વારંવાર તેઓના ઝુંપડામાં શરીર સબંધ બાંધ્યો હતો જેથી કરીને સગીરાના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે કિરણ ફુલજીભાઇ આડ નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો આ કેસ મોરબીમાં લાલબાગમાં આવેલ સ્પેશિયલ પોકસો કોર્ટમાં જજ ડી.પી. મહીડા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલા ૧૦ મોખીક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્ષો કોર્ટ આરોપીઓને આજરોજ સજા ફટકારી છે જેમાં આરોપી કિરણ ફુલજીભાઇ આડને આઇપીસી કલમ ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (સી) સાથે વાંચતા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫ (એલ), ૬ મુજબ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે અને દંડ ન ભરવામાં આવે તો વધુ છ માસની સખ્ત ખેદની સજા ફટકારવામાં આવી છે તેમજ ભોગ બનનારને કમ્પેનસેશન એક્ટ મુજબ ૪,૧૨,૫૦૦ નું કમ્પેલસેશન તથા આરોપીઓ દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે ૨૦ હજાર રૂપિયા આમ કુલ મળીને ૪,૩૨,૫૦૦ નું કંપેનસેશન આપવા માટેનો મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે






Latest News