મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે


SHARE





મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે

મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ધામધુમથી દરિયાલાલ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવને ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ બેતાલીસમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૩ ને ગુરૂવારના રોજ મોરબીના દરિયાલાલ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે 

મોરબીમાં નહેરૂ ગેઈટ પાસે આવેલ દરિયાલાલ મંદિરવાળી શેરીમાં દરિયાલાલ મંદિર ખાતે ધામધુમથી જન્મોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સવારે ૬ થી ૭ આરતી, દરિયાલાલ પ્રભુનું પૂજન,  ૮:૩૦ થી ૯:૦૦ શરામાયણ પ્રવચન, સવારે ૯ થી ૩ સુધી વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમાશે અને આ વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેસવાના છે અને સાંજે દરિયાલાલ પ્રભુનો મહાપ્રસાદ ૬ થી ૮ બહેનો અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી ભાઈઓ માટે મોરબીના સરદાર રોડ ઉપર આવેલ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે રાખવામા આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ઉજવણી માટે ટ્રસ્ટીઓ ફાળો લેવા માટે નીકળવાના નથી પરંતુ જે લોકોને આર્થિક સહયોગ આપવો હોય તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડીમાં ફાળો આપી શકાશે. તેમ સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા તેમજ કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટકની યાદીમાં જણાવ્યુ છે




Latest News