મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના મેસરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ગપ્પી માછલી મુકવામાં આવી


SHARE











મોરબીના મેસરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ગપ્પી માછલી મુકવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે આ વિસ્તારના કુલ ૧૮ ગામોમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જીલ્લા મેલેરિયા અધિકારી ડી.વી.બાવરવાની સૂચના મુજબ ડૉ.જાવેદ મશાકપુત્રા તેમજ સુપરવાઈઝર એચ.એમ.મકવાણા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ મેસરીયા વિસ્તારના એમપીએચડબલ્યુની ટીમ બનાવી  પીએચસી હેઠળ આવતા તમામ ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો જેવા કે, નાના તળાવ, ચેકડેમ, અવાવરું કુંવા, કાયમી ભરાય રહેતા ખાડાઓ, વોકળા, ભોં ટાંકાઓ, સિમેન્ટના ટાંકાઓમાં વગેરે શોઘી તેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાંની કામગીરી ઝુંબેશના રૂપે ચાલુ કરવામાં આવી છે.આ માછલીઓ દિવસ દરમિયાન ૧૫૦ જેટલા પોરા (મચ્છરનાં બચ્ચા)ને ખાઈ જાય છે. અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે.જે માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન ચાલશે. સાથે સાથે મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાઓ પણ લેવામાં આવ્યા અને લોકો જાગૃત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.લોકો પોતાના ઘરે જાતે આરોગ્ય કર્મચારી કે ગપ્પી માછલી ઉછેર કેન્દ્ર ઉપરથી આ માછલીઓ મેળવીને પોતાના ટાંકાઓ-કાયમી સ્ત્રોતોમાં માછલીઓ મુકીને કુટુંબ અને ગામને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા અને રોગ અટકાયતી પગલાના ભાગરૂપે મદદગાર થાય એવી અપીલ કરવામાં આવે છે.લોક સહકાર થકી  “મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન”ને સાકાર કરી શકાય તેમ છે.






Latest News