મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે કાન, નાક, ગળાના રોગોના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર તથા રાજકોટના ઓડિયોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબી : વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે કાન, નાક, ગળાના રોગોના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર તથા રાજકોટના ઓડિયોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે કાન, નાક, ગળાના રોગો માટેના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા તથા રાજકોટના ઓડિયોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે.દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ) દ્વારા આગામી તા.૨૬-૩ ને રવીવાર સવારે ૧૦ થી ૧ સૂધી બંધુસમાજ હોસ્પીટલ પ્રતાપ રોડ વાંકાનેર ખાતે કાન-નાક અને ગળાના દર્દનો  તથા ઓડિયોલોજીસ્ટનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં ડો.સુરભી અંબાણી D.L.O. ( ENT SURGEON) ગોલ્ડ મેડાલિસ્ટ સેવા આપશે તથા રાજકોટના ડો.મિરાલી છોટાઈ (ઓડિયોલોજીસ્ટ) સેવા આપશે.કાન નાક ગળાના રોગોની સચોટ સારવાર, નિદાન તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન મળશે.કાનની સમસ્યા જેવી કે પડદામાં કાણું, હાડકામા સડો, મેલ, સોજો, રસી, લોહી આવવુ, બુટમાં કાણું, બુટ સંધાવી વિગેરે નિદાન, નાકની સમસ્યા જેવી કે ત્રાંસા પડદા, હાડકાનું ફેક્ચર, એલર્જી, નાકના મશા, સાઇનસ, નાસુરનું આંખમાંથી પાણી પડવું વિગેરેનું નિદાન, ગળાની સમસ્યા જેવી કે થાઇરોડની સારવાર, કાકડાની સારવાર, લાડગ્રંથિની સારવાર, સ્વરપેટી મશા વગેરેનું નિદાન, અન્ય ચક્કર માટેનું ખાસ સચોટ નિદાન થશે.આ કેમ્પમાં ખાસ કાનની બહેરાશને લગતી વિવિધ સારવાર આધુનિક મશીનરી દ્વારા નિદાન કરવામા આવશે.તોતડાવું, હકલાવું, મોડું બોલવું કે ના બોલવું તેવા બાળકોની સારવાર તેમજ દરેક જાતના કાનના મશીન-કોકલિયર ઇમ્પ્લાન્ટ પછીના સારવારની માહીતી આપશે.






Latest News