મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબી-માટેલમાં દારૂની બે રેડ: ૪૨ બોટલ દારૂ સાથે બે બુટલેગર પકડાયા


SHARE







મોરબી-માટેલમાં દારૂની બે રેડ: ૪૨ બોટલ દારૂ સાથે બે બુટલેગર પકડાયા

મોરબી અને વાંકાનેરના માટેલ ગામે પોલીસે દારૂની બે રેડ કરી હતી ત્યારે સ્થાનિક પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને દારૂની ૪૨ બોટલો કબજે કરી હતી અને બે બુટલેગરને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૩૦ બોટલો મળી આવતા પોલીસે ૧૧૨૫૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે હિતેશભાઈ ઉર્ફે વિપલો ઉર્ફે ટકો રાજુભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૩) રહે કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

૧૨ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપાસીતારામની મઢૂલી પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૨ બોટલ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે ૪૦૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કિશનભાઇ દેવશીભાઈ વિંઝવાડીયા જાતે કોળી (૨૧) રહે. બાપાસીતારામના મંદિરની પાછળના ભાગે માટેલ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના વાઘપરા મેઇન રોડ ઉપર આવેલ નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અરવિંદભાઈ દાદુભાઇ બાટી જાતે ગઢવી (૨૯) રહે. વજેપર શેરી નં-૪ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News