હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના કાસિયાગાળા ગામે ગાંજાનું વાવેતર !: ૧૨.૯૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, ૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે


SHARE







વાંકાનેરના કાસિયાગાળા ગામે ગાંજાનું વાવેતર !: ૧૨.૯૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, ૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે

 

વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામે સીમમાં ગાંજા નું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિલ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મુકેશભાઈ જોગરાજીયાને મળેલ બાપની આધારે વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળીની મોરથરાના રસ્તે નદીના સામા કાંઠે વાડી આવેલ છે જેમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના ૧૭ છોડ મળી આવ્યા હોય પોલીસે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને ૧.૩૧ લાખ  રૂપિયાની કિંમતના મુદ્દા માલને સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો છે હાલમાં પોલીસે રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળી (૩૦) રહે કાસીયાગાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News