હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામ પાસેથી વિસ્ફોટક સામાન સામાન સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE













વાંકાનેરના તરકીયા ગામ પાસેથી વિસ્ફોટક સામાન સામાન સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન રાખવામા આવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને તેની પાસેથી ૧,૦૮,૫૨૫ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે 

મોરબી જીલ્લામાં ગેરકાયદે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર તેમજ તેનો અનઅધિકૃત રીતે થતો ઉપયોગ રોકવા માટે એસપી રાહુલ ત્રિપાઠી તરફથી સૂચના આપવામાં આવી છે જેના આધારે એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે શકિતસિંહ ઝાલાપૃથ્વીરાજસિંહ જાડેજાવિક્રમભાઇ ફુગસીયાસંજયભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામની સીમમાં રેડ કરી હતી ત્યારે એક શખ્સ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી જતો હતો અને આ શખ્સ કુવા અને રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરવા માટે તેનો ગેરકાયદે ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં આરોપી વનરાજભાઇ બેચરભાઇ હડાણી જાતે કોળી (૨૦) રહે. અદેપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. ભાડુકા તાલુકો સાયલા  વાળાનું નામ સામે આવ્યું છે હાલમાં પકડાયેલા શખ્સની પાસેથી પોલીસે એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા ૧૨૧ નંગ જેની કિંમત ૧૮૧૫, ડીટાનેટર કેપો ચળકતી ધાતુની ૩૩ નંગ જેની કિંમત ૬૬૦, વાયર, ટેકટર નંબર જીજે ૧૩ બી ૫૫૨૫ જેની કિંમત ૫૦૦૦૦, કમ્પ્રેસર મશીન જેની કિંમત ૫૦૦૦૦ અને ૫૦૦૦ નો એક મોબાઇલ આમ કુલ મળીને ૧,૦૮,૫૨૫ નો મુદામાલ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાવવામાં આવેલ છે અને જે આરોપીનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News