હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરા ગરબીચોકના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE













વાંકાનેરના કુંભારપરા ગરબીચોકના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્રણ જુગારીની રોકડા રૂપીયા ૧૫,૧૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો છે

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાંથી દારૂ જુગારની બદીને કડક હાથે ડામી દેવા સુચના આપેલ હોય વાંકાનેર સીટી પીઆઈ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા તે દરમ્યાન સ્ટાફના ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના અને પૈસા વડે જુગાર રમે છે તેથી સ્ટાફે ત્યાં પહોંચીને રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા ગોપાલ દેવાભાઇ ગમારા જાતે ભરવાડ (ઉ.વ.૩૪) રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નંબર-૪, સુનીલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા (ઉ.વ-૩૨) રહે.વાંકાનેર ગાયત્રી મંદીર સામે મફતીયાપરા અને નરેશ રઘુભાઇ સારેસા (ઉ.વ.૪૨) રહે. આંબેડકરનગર વાંકાનેરની સ્થળ ઉપરથી રોકડા રૂપીયા ૧૫,૧૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો છે.આ રેડની કામગીરી યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી દ્રારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ સીએનજી પંપ નજીક અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા મહાવીરસિંહ મયુરસિંહ જાડેજા (૨૩) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ફુલતરીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News