મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ૩ ગામનો વર્ષો જૂનો મહેસૂલી પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી ઉકેલાયો


SHARE







મોરબી તાલુકાનાં ૩ ગામનો વર્ષો જૂનો મહેસૂલી પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી ઉકેલાયો

મોરબી તાલુકાનાં જૂના અને નવા સાદૂળકા સાથે મહેસૂલી દફ્તરથી જોડાયેલા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. આ ત્રણેય ગામના આગેવાનોએ મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરતાં વર્ષો જૂનો પ્રશ્ન તેમણે પોતાની વહીવટ સુઝ અને કામ પાર પાડવા સતત ફોલોઅપ લેતા ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે મંજૂરી આપતા આ પ્રશ્ન ઉલેકાયો છે. બ્રિજેશભાઈ મેરજાએ આ કામનો શ્રેય તાલુકા -જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો છે.

વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નના નિરાકરણનો સમગ્ર શ્રેય તેમણે ભાજપ સંગઠન અને સરકારને આપ્યો છે પોતે માત્ર નિમિત છે. આમ, ૨૫ વર્ષ જૂનો જટીલ પ્રશ્ન ઉકેલાયો એ જ મોટી ઉપલબ્ધી છે જેનો મને ભારે મોટો સંતોષ છે. લોકોની વર્ષો જૂની લાગણી આ રીતે ઉકેલવામાં માન. મુખ્યમંત્રીએ ખાસ નિર્ણય લીધો છે. સાથે વહીવટી તંત્રનો હકારાત્મક સહયોગ તેમજ ગ્રામ આગેવાનોની સમજદારી પણ સરાહનીય છે. ૨૫ વર્ષ જૂનો આ પ્રશ્ન ઉકેલાતા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામના લોકોએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. તેના પ્રતિભાવમાં નમ્રભાવે તેમણે કહ્યું કે, મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલી મેં માત્ર મારુ કર્તવ્ય નિભાવ્યું છે. પ્રજાના કામો આ રીતે કરતાં રહેવાની નિષ્ઠા તેમણે વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશભાઈ મેરજા હાલ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં છેલ્લા ૧૦ દિવસથી વ્યસ્ત છે ત્યાંથી ફોન કરીને તેઓનો ત્રણેય ગામના આગેવાનોએ તેઓનો આ કામ માટે આભાર વ્યક્ત કર્યો હતો




Latest News