મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ચોખાની ૧૭૫-ઘઉંની ૧૨૫ શંકાસ્પદ બોરીઓ સાથે બેની અટકાયત: ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબી નજીકથી ચોખાની ૧૯૩-ઘઉંની ૧૭૨ શંકાસ્પદ બોરીઓ સાથે બેની અટકાયત: ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે

મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામે ચારબાયુ માતાજીનાં મંદીર પાસે ચોખ અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી કરીને પીએસઆઈ આર.એન. ભટ્ટ સહિતનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને માલ અંગે પૂછાતા ત્યાં હાજર રહેલા બે શખ્સો પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હત જેથી કરીને પોલીસે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી, ૧૦૨ મુજબ ચોખાની ૧૭૨ બોરી અને ઘઉંની ૧૯૩ બોરી તેમજ બોલેરો અને ટ્રક સહિત ૧૫.૩૪ લાખનો મુદામાલ કબજે કરીને બે  શખ્સની અટકાયત કરેલ છે

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશના મહીપાલસિંહ વાળા, ભાવેશભાઇ કાંટા તથા ભાવિનભાઇ રતન શનાળા પોલીસ ચોકીએ હતા ત્યારે મહીલપાલસિંહ વાળા તથા ભાવેશભાઇ કાંટાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામે ચારબાયુ માતાજીનાં મંદીર પાસે અમુક ઇસમો ગેરકાયદે ઘઉં તથા ચોખાનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે અને આ જથ્થાનો તેની પાસે કોઈ આધાર પુરાવા કે બીલ તેની પાસે નથી જેથી કરીને પોલીસે ત્યાં જઈને બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૩૬ વી ૦૦૦૭ તથા એક ટ્રક નં જીજે ૧૮ એવી ૯૧૨૭ વાળામાં ચોખા તથા ઘઉંના મોટી કોથળા ભરેલ હતા

ત્યારે ત્યાં હાજર રહેલા બે વ્યક્તિઓમાં લાલજીભાઇ ઉર્ફે હરેશ સુરેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ર૩) રહે. લાયન્સનગર આધ્યાશકિત પ્રોવીઝન સ્ટોરની સામેની શેરી મોરબી તથા જેશાભાઇ ગગજીભાઇ વિકાણી જાતે દેવીપુજક (૫૦) રહે. લાયન્સનગર ડાયાભાઇની દુકાન વાળો શેરી મોરબી વાળાઓ હોવાનું સામે આવ્યું હતું  અને તેના કબ્જા ભોવગટા વાળી જગ્યા, ટ્રક અને બોલેરોમાંથી મળી આવેલ ઘઉં તથા ચોખા ભરેલ હતા જો કે, તેના કોઇ આધાર પુરાવા હતા નહીં અને ત્યારે બોલેરોમાં પ્લાસ્ટીકની ૪૦ બોરીઓ મળી આવી હતી જે પૈકી ૧૮ બોરીમાં ચોખા તથા રર બોરીમાં ઘઉં ભરેલ હતા

જેથી પોલીસે ૭૨૦ કીલો ચોખા જેની કિંમત ૧૦,૮૦૦ અને ૮૮૦ કિલો ઘઉં જેની કિંમત ૧૪,૯૬૦ તેમજ ૬,૦૦,૦૦૦ ની બોલેરોનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ જે ટ્રક પડેલ હતો તે ટ્રકના પાછળના ઠાઠામાં અમુક પ્લાસ્ટીકની બોરીઓ ભરેલ હતી જેમાં ૨૫ બોરીમાં ચોખા ભરેલ હતા જેથી કરીને ૧૦૦૦ કીલો ચોખા જેની કિંમત ૧૫૦૦૦ અને ૭ લાખની કિંમતનો ટ્રક કબજે કર્યો હતો તેમજ બાવળ નીચેથી ચોખાની ૧૭૫ બોરીઓ જેની કિંમત ૧,૧૯,૦૦૦ તેમજ ઘઉંની ૧૨૫ બોરીઓ જેની કિંમત ૭૫,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો આમ પોલીસે ચોખાની કુલ ૧૯૩ બોરી જેમાં ૭૭૨૦ કીલો ચોખ જેની કિંમત ૧૩૧૨૪૦ અને ઘઉની કુલ ૧૭૨ બોરી જેમાં ૬૮૮૦ કીલો ઘઉં જેની કિંમત ૧,૦૩,૨૦૦ તેમજ ૧૩ લાખની કિંમતના બે વાહન આમ કુલ મળીને ૧૫,૩૪,૪૪૦ નો બિલ આધાર પુરાવા વગરનો મુદામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે




Latest News