મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં ૧.૩૧ લાખના મુદામાલ સાથે વધુ એક આરોપી ઝડપાયો: ૩ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં ૧.૩૧ લાખના મુદામાલ સાથે વધુ એક આરોપી ઝડપાયો: ૩ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તે બંગલામાં ચોરી કરવામાં આવી હતી જેની વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર અને એક નેપાળી દંપતિની ધરપકડ કરી હતી ત્યાર બાદ પોલીસે આ ગુનામાં અગાઉ પકડાયેલા જૂના ચોકીદારના દીકરાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દાગીના અને રોકડ મળીને ૧.૩૧ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના વેપારી હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મરના ઘરે દાગીના અને રોકડ મળીને સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ ૨૫.૫૭ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૫૫), મનીષ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્માં જાતે નેપાળી (૩૦) અને દર્શના મનીષભાઇ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૩૩) રહે. ત્રણેય મૂળ નેપાળ અને હાલ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર રામબહાદુર ઉર્ફે જોખીયાના દીકરા વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૨૩) રહે. હાલ કર્મપેલેસ એપાર્ટમેંટ નરસંગ ટેકરી પાસે મોરબી મૂળ રહે નેપાળ વાળાની પીઆઈ એચ.એ. જાડેજા અને તેની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ૭૨૦૦૦ રોકડા એક સોનાની વિટી, બે સોનાના પાટલા સહિત કુલ મળીને ૧.૩૧ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૩ દિવસના એટલેકે તા ૧૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News