મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી લોકઅદાલત સુધીમાં ઈ-મેમો ન ભરનારા વાહન ચાલકો સામે નોંધાશે ગુના


SHARE









મોરબીમાં આગમી લોકઅદાલત સુધીમાં ઈ-મેમો ન ભરનારા વાહન ચાલકો સામે નોંધાશે ગુના

મોરબી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ તેમજ નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી મોરબી શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યુ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબી દ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે.

મોરબીમાં ઇ-ચલણો ભરવાના બાકી હોય તેવા ૧૯૩૦ કેસ છે જે આગામી તા.૧૩/૫/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે જેથી આપનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૩/૫/૨૦૨૩ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ અથવા શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરવા જાણ કરવામાં આવી છે અને વાહન ચાલકોએ ઓનલાઇન ઇ-ચલણ ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.Gujarat.gov.in વેબસાઇટ પરથી ચલણ ભરી શકે છે તેમજ વધુ માહિતી માટે ફોન ન:- ૦૨૮૨૨-૨૪૨૬૨૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News