મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે વાડીએ રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને કામ બાબતે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની વકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામની સીમમાં અબ્દુલભાઇ હુસેનભાઈ સિપાઈની વાડી આવેલ છે જે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં જોકુઉદારભાઇ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી પિન્કીબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરતા પી.ડી. જાડેજા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યુ હતુ જેથી સગીરાએ આપઘાત કરેલ છે




Latest News