મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ


SHARE









વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ

મોરબી જિલ્લામાં વાવાઝોડું ભયંકર અસર કરે તેવી શક્યતાઓ છે જેથી કરીને વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને રાજ્યના નાણામંત્રીની બેઠકો યોજાઇ હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોઈ પણ વિગત પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામે લડી લેવા માટે થઈને વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયાર છે.

મોરબી સહિત રાજ્યના છ જિલ્લાઓને બીપર જોઈ વાવાઝોડું અસર કરે તેવી શક્યતાઓ છે ત્યારે તમામ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછી નુકસાની અને જાનમાલને કોઈ નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મૂકવામાં આવ્યા હોય તેમની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિય, દુર્લભભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ મંત્રીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં નવલખી દરિયા કાંઠે વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે જેથી કરીને ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને નવલખી બંદર ઉપરની તમામ કામગીરીને બંધ કરવામાં આવી છે તેની સાથોસાથ સ્થળાંતર કરવામાં આવેલા લોકો ને પણ રહેવા અને જમવાની કોઈ અગવડ ન પડે તેના માટેની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેઓ પણ નવલખી બંદર તેમજ સ્થળાંતર કરવામાં આવેલા લોકોને જ્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે તે સ્થળની મુલાકાત લેવાના છે.




Latest News