મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ યોજાઇ


SHARE







મોરબી તાલુકામાં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ યોજાઇ

ભારતીયો દ્વારા વિવિધ પેમેન્ટ એપ્લિકેશન્સ જેવી કે ભીમ, ફોન પે,  ગૂગલ પે ના ઉપયોગ દ્વારા આજે ખરા અર્થમાં ફાઇનાન્સિયલ ઇનક્લુઝન થયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં બેન્કિંગ ક્ષેત્ર બાબતે જાગૃતિ આવેએ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આર.બી.આઈ. ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કેતન કણજારીયા અને પાયલ ઠોરીયાની ટીમનો પ્રથમ નંબર તેમજ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરના વિદ્યાર્થીઓ અમૃતીયા મનસ્વીબેન તથા અમૃતિયા ધાર્મિબેનની ટીમનો બીજો નંબર તેમજ શ્રી હરિ નકલંક વિદ્યાલય બગથળાના વિદ્યાર્થીઓ ઠોરીયા અમી તથા ઠોરીયા હેતવીની ટીમનો તૃતીય નંબર આવેલ છે આ કવિઝમાં આરબીઆઈના પ્રતિનિધિ તરીકે સુરેન્દર ચૌધરી (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર ટીમ હવે જિલ્લા કક્ષાએ ક્વીઝ યોજાશે તેમાં ભાગ લેશે અને તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તેવું બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું આવી જ રીતે આરબીઆઇ આયોજિત ક્વિઝ સ્પર્ધામાં મોટા દહીસરા કન્યા પ્રાથમિક શાળા તાલુકામાં પ્રથમ નંબરે રહી હતી. અને માળિયા તાલુકામાં આરબીઆઇ આયોજીત સ્પર્ધામાં ૧૦ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટા દહિસરાં કન્યા પ્રાથમિક શાળાએ પ્રથમ નંબર મેળવેલ છે. શાળા પરિવારે બાલાસરા મિત્સુ અને હુંબલ ધાર્મિકને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News