માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 


SHARE

















મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામે રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની પરિણીતાએ નજીવી વાતે ગળેફાંસો ખાઈ લેતા હાલ તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે પીયર ધરાવતી અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સાસરે રહેતી હેતલબેન ભરતભાઈ જગાભાઈ ગોરીયા જાતે કોળી નામની ૨૭ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ઢુવા ખાતે ગળેફાંસો ખાઇ લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી. બનાવ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર હેતલબેન મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ તેના મા-બાપ કુવાડવા ખાતે રહે છે.થોડાક દિવસો પહેલા નાકનો દાંણો તૂટી ગયો હોય તે વાતે પતિ ભરતભાઈ કોળી કે જેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની સાથે બોલાચાલી થઇ હતી.દરમ્યાનમાં ગઇકાલે હેતલબેમે ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું જાણવા મળેલ છે. જોકે હાલ હેતલબેન બેભાન હાલતમાં હોય તેઓના ભાનમાં આવ્યા બાદ જ ખરું કારણ સામે આવશે તેમ પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે રહેતા ક્રિપાલસિંહ રણજીતસિંહ ઝાલા નામનો ૩૬ વર્ષીય યુવાન દુકાનેથી પરત પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં એલઇ ગ્રાઉન્ડની પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતો કેતનભાઇ બીપીનભાઇ મહેતા નામનો ૪૦ વર્ષીય યુવાન ત્રાજપર ચોકડી નજીક હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેની અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતો વિનોદ નાનજીભાઇ ચાવડા નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદ ચોકડી પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતા વિનોદભાઈને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાઘપરા શેરી નંબર-૭ માં રહેતી રીધ્ધીબેન રાજેશભાઈ નામની ૧૬ વર્ષીય યુવતી ગણેશ વિસર્જનમાં ગઈ હતી અને ત્યાં માથાકૂટ થતાં ગભરાઇ જવાથી તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી..!




Latest News