વાંકાનેરના ઢુવા ગામે હોસ્પિટલના પ્રારંભે મહારકતદાન કેમ્પ યોજાશે
મોરબી લાયન્સનગરમાં પાણીની લાઇન પાથરવાનું કામ પૂરું કરવાની માંગ
SHARE









મોરબી લાયન્સનગરમાં પાણીની લાઇન પાથરવાનું કામ પૂરું કરવાની માંગ
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વોર્ડ નંબર ૧૧ માં આવતા લાયન્સનગર વિસ્તારની અંદર શેરી નંબર ૩ અને ૪ માં પાણીની લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે, આ કામ અડધું મૂકવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પાણીની લાઇન નાખવાનું કામ બાકી હોવાથી ઘણા લોકોને પાણી મળી રહ્યું નથી અને જે વિસ્તારમાં પાણીની લાઈન પાથરવામાં આવી છે ત્યાં પણ નિયમિત રીતે પાણી મળતું નથી જેથી કરીને નવી નાખવામાં આવેલ પાણીની લાઇન મારફતે લોકોને નિયમિત રીતે પાણી મળતું રહે તેમજ શેરી નંબર ૩ અને ૪ માં પાણીની લાઇનનું કામ અડધું બાકી છે તે રોડનું કામ કરવામાં આવે તે પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી હાલમાં તે વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ એમ. બુખારી દ્વારા માંગણી કરવામાં આવી છે અને આ અંગે તેઓ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને લેખિતમાં રજૂઆત પણ કરે છે
