હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કારકુન ભરતી કરવા બ્રિજેશભાઈ મેરજાને રજુઆત


SHARE

















મોરબી જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કારકુન ભરતી કરવા બ્રિજેશભાઈ મેરજાને રજુઆત

મોરબી જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કારકુન ભરતી કરવા માટે રાષ્ટ્રીય શૌક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજુઆત કરવામાં આવી છે અને મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કારકુન જગ્યાઓ ખાલી છે તે ભરવા માટેની માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા અને તાલુકા પચાયતોની શિક્ષણ સમિતિઓમાં શિક્ષકો પાસેથી બાળકોના શિક્ષણના ભોગે કલાર્કની કામગીરી લેવામાં આવે છે જિલ્લા- તાલુકાઓમાં વહીવટી કારકુનની જગ્યાઓ વર્ષોથી ખાલી હોય શિક્ષકો વહીવટી કામગીરી કરી રહયા છે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે, શિક્ષકો વહિવટ કામગીરી કરતા હોય શાળાઓમાં એમની જગ્યાઓ ખાલી રહેતી હોય શાળા સંચાલનના ઘણાં બધાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે એકલા મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા અને જુદા જુદા તાલુકા મળીને આશરે ૨૫ જેટલા શિક્ષકોને આવા કારકુની કામમાં રોકેલા છે અને શાળાઓમાં આ શિક્ષકોના ભાગે આવતા વિદ્યાર્થીઓનું ભારણ અન્ય શિક્ષકોના ભાગે આવતું હોય શિક્ષકોમાં પણ ખુબ જ નારાજગી જોવા મળી રહી છે જ્યારે આર.ટી.ઈ. માં શિક્ષકો પાસેથી શિક્ષણના ભોગે કામગીરી લેવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં વર્ષોથી શિક્ષકો પાસેથી કારકુનની કામગીરી લેવાતી હોય, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની નિમણુંક કરી બાળકોના હિતમાં આ બધા શિક્ષકોને મુક્ત કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બ્રિજેશભાઈ મેરજાને રજુઆત કરેલ છે




Latest News