હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટના વિસ્તારમાં રાહદારી-વાહનોની ૨૨ અને ૨૩મીએ  પ્રવેશ બંધી


SHARE

















વાંકાનેર ફાયરીંગ બટના વિસ્તારમાં રાહદારી-વાહનોની ૨૨ અને ૨૩મીએ  પ્રવેશ બંધી

ડેપ્યુટી કમિશનર, CISF યુનિટ એરપોર્ટ, રાજકોટનું વર્ષ-૨૦૨૧ ના વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે તા.૨૨ અને તા.૨૩ ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ  એન.કે. મુછાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશથી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૨૨ અને તા.૨૩ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહિં અને કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જણાવેલ છે.




Latest News