હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ


SHARE

















માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ

આગામી દિવાસીમાં માતાજીની ભક્તિનો પર્વ એટલે કે નવરાત્રિ આવી રહી છે ત્યારે માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આગામી શનિવાર તા ૨૫ થી આ કેમ્પ શરૂ થઈ જશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

ગુજરાત અને ગુજરાત બહારના જુદાજુદા વિસ્તારોમાથી નવરાત્રિ ઉપર ઘણા લોકો ચાલીને, સાઇકલ લઈને કે પછી બાઇક લઈને કચ્છમાં આશાપુરા માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે તેઓને જમવાની સાથોસાથ મેડિકલની પણ સુવિધો મળી રહે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા સેવ કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે આવી જ રીતે માળીયા(મી)માં સુરજબારી પુલ પાસે હરીપર નજીક દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આ કેમ્પ આગામી શનિવાર તા ૨૫ થી શરૂ થઈ જશે અને તા ૨-૧૦ સુધી ચાલુ રાખવામા આવશે ત્યારે તમામ  યાત્રાળુઓ અને માઈભક્તોને કૅમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે આ કેમ્પમાં ૨૪ કલાક ચા અને નાસ્તો (લાઈવ), બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા તેમજ યાત્રાળુઓને  દવાઓ સહિતની સેવાઓ આપવામાં આવશે અને આ કેમ્પની વધુ વિગત માટે દયારામ ભાઈ પટેલ ૯૮૨૫૨૪૬૫૫૧, દિલીપ સિંહ જાડેજા ૯૯૭૯૧૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧૮૯૧૪૩ અને દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે




Latest News