હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માત્ર ભોજન બનાવવું જ નહિ, જમવું તે પણ એક કલા છે: તમે કેવી રીતે જમશો ?


SHARE

















માત્ર ભોજન બનાવવું જ નહિ, જમવું તે પણ એક કલા છે: તમે કેવી રીતે જમશો ?

એવું કહેવાય છે કે, “ભોજન બનાવવું એ કલા છે તો ભોજન જમવું એ પણ એક કલા છે, કેમ કે, જો સમજપૂર્વક ભોજનનું સેવન કરવામાં આવે તો જ તે શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો ભોજન આડેધડ લેવામાં આવે તો લાંબા ગાળે તે મેદસ્વીતા સહિતના રોગનું ઘર બનવાનું કારણ બની જાય છે સમય રીતે લોકો આખો દિવસ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને તેમાથી નિવૃત થઇને સીધુ જ જમવા ન બેસતા હોય છે જો થોડા રિલેક્ષ થઈને જમવા બેસસો તો બ્લડ સરક્યુલેશન પાચનતંત્ર તરફ વધવાથી પાચનમાં મદદ થાય છે.

ગમે ત્યારે જમી લેવાના બદલે જમવા ત્યારે જ બેસવું જ્યારે સારી અને સાચી ભૂખ લાગી હોય કેમ કે, ભૂખ ન હોયને જમી લઈએ તે શરીરને નુકશાન કરે છે અને ખાસ કરીને જમતી વખતે એટલુ ધ્યાન રખવાનું છે કે, ભરપેટ જમવું નહીં જો લાગેલી ભૂખ કરતાં સહેજ ઓછું ભોજન લેવાની ટેવ પાડવામાં આવે તો તે ભોજન પાચન સરળતાથી થાય છે અને કોઈપણ સમયે જમવાની શરુઆત કરતા પહેલા ભોજનની થાળીમાં રહેલી વાનગીને સારી રીતે જોઈ લેવી જોઈએ જેનાથી મોંમાં પાચકરસનો સ્ત્રાવ થાય છે અને પછી જમવાથી ભોજનનું પાચન સારી રીતે થાય છે.

ઘણા લોકો સ્વીટડીશ છેલ્લે ખાતા હોય છે પરંતુ જો ભોજનની શરુઆત સ્વીટડીશ સાથે કરવામાં આવે તો તેના ઘણા ફાયદ છે જો સ્વીટડીશ છેલ્લે ખાવામાં આવે તો કફની વ્રુધ્ધિ થતી હોય છે એટલે સ્વીટડીશ પહેલા ખાવામાં આવે અને ભોજનના અંતે તીખા, તુરા, કડવા રસ વાળી વાનગી ખાવામાં આવે તો કફનો નાશ થાય છે આવી જ રીતે જમ્યા પછી તરત અને જમવા બેસતા પહેલાં પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી મુખશુધ્ધી પૂરતુ પાણી લઇને કોગળા કરી શકાય. ભોજનની સાથે તાજી, મોળી છાશ બપોરના સમયે લઇ શકાય. રાત્રે દૂધ જ લેવું જોઈએ. દૂધ, દહીં, છાશ, ઘી હંમેશા ગાયના હોયએ ઉત્તમ છે.

આયુર્વેદ માં બપોરના ભોજન પછી ૧૦૦ ડગલાં ચાલવાનું કીધેલું છે પછી "વામકુક્ષી" એટલે કે ડાબા પડખે સુવું આ બધીજ પ્રક્રિયા સારી રીતે પાચન થવામાં મદદ કરે છે "વામકુક્ષી" એટલે માત્ર સુવું.... ઉંઘી જવું નહીં. બપોરની નિંદ્રા લેવી નુકશાનકારક છે અને હા ઉપવાસ કે એકટાણાં કરવાથી નબળાઇ આવી જાય એ માન્યતા ખોટી છે. પાચતંત્રને આરામ આપવા મહીને પંદર દિવસે એક ઉપવાસ અવશય કરવો જોઈએ. પરંતુ આ ઉપવાસ ફરાળી, તળેલી વાનગી વાળા ઉપવાસ થી અલગ "આયુર્વેદીક ઉપવાસ" હોવો જોઈએ. જેમાં આખો દિવસ ઉકાળેલું પાણી કે સૂંઠનું ઉકાળેલું પાણી તરસ લાગે ત્યારે પીધા કરીને પેટને એકદમ આરામ આપવો જોઈએ.

આદુ, લસણ, હિંગ, લીંબુ, ફૂદીનો, કોથમીર, અજમો, મીઠો લિમડો વગેરેનો ભોજનમાં નિયમિત ઉપયોગ કરવો, સિઝન પ્રમાણે લીલી હળદર, આંબા હળદર, આમળાં વગેરેનો ઉપયોગ ભરપૂર કરવો, શાકભાજી અને ફળોને શકય હોય તો છાલ ઉતાર્યા વગર એના પ્રાકૃતિક સ્વરૂપમાં જ ખાવા જોઈએ. કાચા સલાડ, ફણગાવેલા કઠોળ વગેરેનું સમયાંતરે માત્રામાં લેવું ફાયદો કરે છે. એકલું કાચું સલાડ અને ફણગાવેલા કઠોળ ધણીવાર ગેસ ઉત્પન્ન કરે છે. કોબી, ગાજર, કાકડી, મૂળા, મોગરી, ટામેટા વગેરેનું સલાડ મુખ્ય ખોરાકની સાથે પણ મીઠું કે મસાલો છાંટયા વગર લેવું જોઈએ. કેમ કે, ઉપર થી છાંટેલું મીઠું, અથાણા, લસણની ચટણીનો વધારે પડતો ઉપયોગ નુકશાનકારક છે. અને રાતનું ભોજન હંમેશા હલકું હોવું જોઈએ. ભારે અને પૌષ્ટિક ખોરાકને પચતા વાર લાગે છે તેથી એ બપોરના ભોજનમાં લેવાય એવી વ્યવસ્થા કરવી જોઈએ જો આટલું કરવામાં આવે તો સ્વસ્થ ભોજન પ્રણાલી અનાયાસે આવતી અનેક તકલીફોને રોકે છે




Latest News