હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી વકીલની ભરતી માટેના ઇન્ટરવ્યુહ અચાનક મૌકુફ !


SHARE

















મોરબી જીલ્લામાં સરકારી વકીલની ભરતી માટેના ઇન્ટરવ્યુહ અચાનક મૌકુફ !

મોરબી જિલ્લામાં છ મદદનીશ સરકારી વકીલ (આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર-AGP) ની ભરતી કરવા માટે થઇને આજે તા.૨૧-૯-૨૧ ના અને ૨૨-૯-૨૧ ના એમ બે દિવસ ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા જોકે કોઇ કારણોસર આ ઇન્ટરવ્યુહ છેલ્લી ઘડીએ મોકુફ રાખવાનાં આવેલ છે જેથી કરીને આ વાતને લઇને વકીલોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

મોરબી જીલ્લાની અંદર છ મદદનીશ સરકારી વકીલ (આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર-AGP) ની ભરતી કરવાની હતી જેથી કરીને મોરબી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી લગભગ ૯૬ જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા અને તેમાં અપૂરતી વિગતો હોવાથી અને અન્ય કારણોસર લગભગ ૪૦ જેટલા ફોર્મને રદ કરવામાં આવ્યા હતા જોકે ૪૬ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હોય તેના ઇન્ટરવ્યૂ આજથી શરૂ થવાના હતા અને આજે કોઈ કારણોસર બપોરના સમયે યોજાનાર ઇન્ટરવ્યૂહ હાલમાં મોકુફ રાખવામાં આવ્યા હોવા અંગેની ઉમેદવારોને જાણ કરવામાં આવી છે એટલે કે મદદનીશ સરકારી વકીલની ભરતી માટેની પ્રક્રિયા હવે ક્યારે હાથ ધરવામાં આવશે તે સવાલ ઉભો થયો છે.વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે અગાઉ પણ એક વખત આવી જ રીતે મદદનીશ સરકારી વકીલની ભરતી કરવા માટે થઈને જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી જેનું આજે વધુ એક વખત પુનરાવર્તન થવાની ઘટના સર્જાતા ઇન્ટરવ્યૂ હવે ક્યારે ગોઠવાશે તે વાતને લઈને વકીલોમાં ગણગણાટ શરૂ થયો છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News