મોરબી જીલ્લામાં સરકારી વકીલની ભરતી માટેના ઇન્ટરવ્યુહ અચાનક મૌકુફ !
મોરબીમાં પોલીસે વાહન નંબર ઉપરથી મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત અપાવ્યો
SHARE
મોરબીમાં પોલીસે વાહન નંબર ઉપરથી મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત અપાવ્યો
મોરબીમાં આવેલા વિપુલનગરમાં રહેતા વિશાલ રમણિકભાઈ મકવાણા મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો હતો. જેથી તેને પોલીસને જાણ કરી હતી અને સીસીટીવીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ સીસીટીવી ફુટેજમાં પડી ગયેલ મોબાઈલ ઉઠાવતા એક વાહન ચાલક દેખાયો હતો જેના વાહનની નંબર પ્લેટના આધારે તેનો સંપર્ક કરીને તેની પાસેથી રેડમી નોટ-૮ જેની કિંમત ૧૩૦૦૦ નો મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યો હતો. આ કામગીરી કોમ્પ્યુટર સેલના પીએસઆઈ પી.ડી. પટેલ, આર.એમ.ઝાલા, અશોકસિંહ ચુડાસમા તેમજ વિજયભાઈ મુમાભાઈ અને જયેશભાઇ શંકરભાઈએ કરી હતી