હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્રના પેરીસ કહેવાતા મોરબીમાં વરસાદે વિરામ લેતા નવી પીડા !: વેપારી, રાહદારી અને વાહન ચાલક હેરાન


SHARE

















સૌરાષ્ટ્રના પેરીસ કહેવાતા મોરબીમાં વરસાદે વિરામ લેતા “ધૂળની ડમરી” નો ત્રાસ: વેપારી, રાહદારી અને વાહન ચાલક હેરાન

સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મોરબી શહેરને આપવામાં આવે છે જો કે, પાલિકા તંત્રની ઘોર બેદરકારીના લીધે છેલ્લા ઘણા સમયથી મોરબી ધૂળિયું શહેર બની ગયું છે અને શહેરના છેવાડા વિસ્તાર તો દૂરની વાત છે પરંતુ કોઇપણ મુખ્ય માર્ગ ઉપરથી દિવસ દરમ્યાન કયારે પણ નીકળો તો આરોગ્યને ભયંકર નુકશાન કરે તેવી ધૂળની બારીક રજકણો હવામાં ઉડતી હોય છે જેથી વેપારીઓ, રાહદારી અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ પાલિકાના અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી હાલતું નથી જેથી કરીને સતત ઊડતી ધૂળની ડમરીની સમસ્યા લોકોને ના છૂટકે સહન કરવી જ પડી રહી છે

સ્વચ્છતા ઝુંબેશની વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાના નામે સરકારી તિજોરીમાંથી રૂપિયા સાફ કરવામાં આવી રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, શહેરના માર્ગો ઉપર લોકોના આરોગ્યને નુકશાન કરે તેવી બારીક ધૂળની રજકણો ઉડતી હોય છે જે લોકોના શ્વાછોશ્વાસમાં જવાથી શ્વાસની બીમારી સહિતની તકલીફો થાય છે અને ખાસ કરીને જે વૃધ્ધોને શ્વાસની તકલીફ હોય છે તેઓને તો શહેરના માર્ગો ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની જાય છે માટે પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાને પ્રાધાન્ય દેવામાં આવે તે જરૂરી છે

સામાન્ય રીતે દિવસની શરૂઆતમાં જયારે વેપારીઓ પોતાની દુકાને આવે છે ત્યારે દુકાનની સાફસફાઈ કરીને વેપાર ધંધો કરતા હોય છે જો કે, મોરબી શહેરની હાલની પરિસ્થિતિ એવી છે કે મેઈન બજારોમાં દુકાન ધરાવતા વેપારીઓને દિવસમાં અનેક વખત તેની દુકાન સાફ કરવી પડે છે અને દુકાનોમાં મુકવામાં આવેલ ખાદ્ય સામગ્રી સહિતના માલમાં ધૂળની બારીક રજકણો આવી જતી હોવાથી વેપારીઓને માલમાં પણ નુકશાની સહન કરવી પડતી હોય છે જેથી કરીને પાલિકાની નીતિરીતી સામે વેપારીઓ સાહિતનાઓમાં હાલમાં રોષની લાગણી છે

મોરબી શહેરના નહેરૂ ગેઇટ, ગાંધીચોક, શાકમાર્કેટ ચોક, રવાપર રોડ, માધાપર મેઈન રોડ સહિત માર્ગો ઉપર ડામર શોધવો મુશ્કેલ અને આ વિસ્તારોમાં ધૂળની બારીક રજકણો ૨૪ કલાક ઉડતી હોય છે જેથી વેપારીઓ તેની દુકાનમાં બેસીને વેપાર કરી શકતા નથી અને કોરોના તો ઠીક પરંતુ ધૂળની  ડમરીથી બચવા માટે આખો દિવસ મોઢા ઉપર બુકાની બાંધીને વેપાર કરવો પડે છે તેમ છતાં પણ વેપારીઓની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર વર્ષોથી નિષ્ફળ રહ્યું છે જેથી એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ કહેવામા આવતું મોરબી આજે ધૂળિયા શહેર તરીકે જાણીતું થઈ ગયું છે

મોરબી પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા શહેરની સફાઈ માટે વાપરવામાં આવે છે જો કે, રોડ રસ્તા ઉપર લોકોના આરોગ્યને ભયંકર નુકશાન થાય તેવી રીતે ધૂળની ડમરી ઉડી રહી છે તે પાલિકાને કેમ દેખાતું નથી તે સવાલ છે મોરબીમાં ચોમેર ધૂળની ડમરી ઉડી રહી છે જેથી કરીને લોકો શહેરના માર્ગો ઉપરથી પોતાના સ્વાસ્થ્યના જોખમે નીકળે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

શહેરના મુખ્ય માર્ગો ઉપરથી સ્વચ્છતાનો છેદ જ જાણે કે ઉડી ગયો છે તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે માટે શહેરની સ્વચ્છતામાં પાલિકાના અધિકારી અને પદાધિકારીએ દ્વારા વધુમાં વધુ ધ્યાન આપવામાં આવે તેની સાથો સાથ ચાલુ વર્ષે નજીવા વરસાદમાં પણ રસ્તાનો સોથ મળી ગયો છે ત્યારે ભાંગી ગયેલા રોડ રસ્તા ઉપર ૨૪ કલાક જે ધૂળની ડમરીઓ ઊડે છે તેને અટકાવવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક રોડના કામ કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે જો કે, વેપારીઓ અને રાહદારીઓ સહિતનાને સ્વચ્છ રોડની સુવિધા કયારે મળશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News