હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત


SHARE

















મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં યુવાન ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને બનાવના કારણ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો તુષાર કરશનભાઈ સવધાર નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના મહેન્દ્રપરા નજીક આવેલ આસ્વાદ પાનની બાજુમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ચારને ઇજા

મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારમાં સાયન્સ કોલેજની પાછળ રહેતા રાહુલ સોમાભાઇ કોળી નામના ૩૫ વર્ષીય યુવાનને મારામારીમાં ઇજા થતાં તેને મોડી રાત્રીના સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ફિલ્ટર હાઉસ પાસે રહેતા રમેશ કરશનભાઈ નામના ૩૮ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે મોડી રાત્રીના સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો બંને બનાવો અંગે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ વીરાભાઇ બળધા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને તેમના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ વરસીંગભાઇ હળવદિયા નામના ૩૪ વર્ષીય યુવીનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

 




Latest News