મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી ટ્રક ચાલકે પાંચ ગૌવંશોને હડફેટે લેતા ત્રણનાં મોત


SHARE













મોરબીની વાવડી ચોકડી ટ્રક ચાલકે પાંચ ગૌવંશોને હડફેટે લેતા ત્રણનાં મોત

વાવડી ચોકડી પાસે ટ્રક ચાલકે રસ્તા ઉપર ગાય અને વાછરડાને હડફેટ લીધા હતા જેથી કરીને ત્રણ ગૌવંશોના મોત નીપજ્યા હતા અને બે ગૌવંશોને ઇજા થયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

થોડા દિવસો પહેલા મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટ્રક ચાલકે ગૌવંશોને હદફેટે લેતા ત્યાં ત્રણ ગૌવંશોના મોત નીપજ્યા હતા અને બે ગૌવંશોને ઇજા થઈ હતી આવી જ રીતે મોરબીની વાવડી ચોકડી પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા ટ્રક નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૫૦૯ ના ચાલકે રસ્તા ઉપર ગાય અને વાછરડાઓને હડફેટ લીધા હતા અને સ્થળ ઉપર ત્રણ ગૌવંશોના મોત નીપજયાં હતા જો કે, એક ગાય તથા એક વાછરડાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈ જવા પડ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા જાતે બોરીચા આહીર (૩૨)એ ટ્રક ચાલક સામે ૨૦૦૦૦ રૂપિયાના નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News