મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આઈ.ટી.આઈ.માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે


SHARE













મોરબી જિલ્લાના આઈ.ટી.આઈ.માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના  વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -૨૦૨3 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે  ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૩-૦૮-૨૦૨૩ થી  શરૂ કરવામાં આવશે.


તમામ આઈ.ટી.આઈ. પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ. ટી.આઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી..આઈ. મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્રવેશ આપવાની પ્રક્રિયા તા.૨૩-૦૮-૨૦૨૩ થી ૩૧-૦૮-૨૦૨૩ દરમિયાન દરરોજ હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા જણાવાયું  છે. અને ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને પછી જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની  સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News