મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ટિંબડી ગામ નજીક પેટ્રોલ પંપમાંથી લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં પકડાયેલ બે આરોપીની સાથે ત્યાં કામ કરતો સગીર પણ સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું છે અને જેથી કરીને પોલીસે પકડાયેલા બે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે મુખ્ય સૂત્રધારને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં રોજગારી માટે ઘણા લોકો બીજા રાજ્યમાંથી આવે છે જો કે તેને કામે રાખનારા લોકો તેનો ડેટા લેતા નથી અને પછી બહારથી આવેલા લોકોમાંથી કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે જે સમયાંતરે ગુણને અંજામ આપીને નાસી જતાં હોય છે આવી જ રીતે લૂંટની ઘટનાને રાજસ્થાનથી આવેલા બે શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો જેની મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા જાતે પટેલ (૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ૪૮,૦૦૦ ની લૂંટના ગુનામાં હાલમાં પોલીસે નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (૨૨) રહે. મૂળ રાજસ્થાન અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (૨૪) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ છે કે, મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ શિવાનંદ પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત નામના બે શખ્સની ધરપકડ કરેલ છે અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી રહેલા જે સગીરને કટર જેવા હથિયાર વડે ઇજા કરવામાં આવી હતી તે પણ તેની સાથે સંડોવાયેલ હોવાની તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત પાસેથી પોલીસે ૪૮,૧૦૦ ની રોકડ, ૧૫૦૦૦ ના ત્રણ મોબાઈલ અને ૬૦ હજારનું બાઇક આમ કુલ મળીને ૧,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેના તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને આ લૂંટના માસ્ટર માઇન્ડ નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News