રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે અને મોરબી તાલુકામાં જુગારની એક રેડ: ૧૪ જુગારી પકડાયા


SHARE







વાંકાનેરમાં બે અને મોરબી તાલુકામાં જુગારની એક રેડ: ૧૪ જુગારી પકડાયા

વાંકાનેરના પેડક સોસાયટીની પેડક સોસાયટીમાં જુદીજુદી બે જગ્યાએ તેમજ મોરબીના હજનાળી ગામે જુગારી જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ૧૪ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૮,૭૭૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના પેડક સોસાયટી ઈંટોના ભઠ્ઠા પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સીટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા દિનેશભાઈ હીરાભાઈ મકવાણા (૩૧), કિશોરભાઈ બાબુભાઈ વિકાણી (૩૧) અને ભરતભાઈ છગનભાઈ જીંજરિયા (૪૭) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી સ્થળ ઉપરથી ૧૧,૦૭૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ વાંકાનેરના પેડક સોસાયટી મેળાના મેદાનમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુદા જુદા ચિત્રોના બેનર રાખીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી નીતિશભાઈ ચતુરભાઈ વિકાણી (૪૨), સુરજભાઈ લાભુભાઈ સોલંકી (૨૩), અમિતભાઈ નીતિશભાઈ વિકાણી (૨૨), ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી (૪૨) અને મનોજ ચંદુભાઈ વિકાણી (૩૫) રહે. બધા પેડક સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી છે

મોરબી તાલુકાના હાજનળી ગામે કોળીવાસમાં મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસ ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી લખમણભાઇ વાસાભાઈ ખાટરીયા (૬૫), મહેશભાઈ વાલાભાઈ પરસાડિયા (૩૦), દેવજીભાઈ જસાભાઇ રૂદાતલા (૩૫), રામદેવભાઈ બાબુભાઈ ધંધુકિયા (૨૩), જયંતીભાઈ સવજીભાઈ પારજીયા (૩૭) રહે બધા જુના હજનાળી વાળા તેમજ યુનીસભાઇ ઈશાભાઈ સુમરા (૨૯) રહે. વીરપરડા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૭,૧૦૦ ની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News